શું તમારું બાળક વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, તો ખાસ અપનાવો આ ટિપ્સ, બાળક થઈ જશે શાંત…..

દિવસે ને દિવસે લાઈફ ફાસ્ટ થતી જાય છે, જેની અસર બાળકો પર પડે છે. વાત કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે

New Update
શું તમારું બાળક વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, તો ખાસ અપનાવો આ ટિપ્સ, બાળક થઈ જશે શાંત…..

દિવસે ને દિવસે લાઈફ ફાસ્ટ થતી જાય છે, જેની અસર બાળકો પર પડે છે. વાત કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે તેમનું બાળક નાની નાની વાતમાં ગુસ્સે થવા લાગે છે. બાળક વધુ ગુસ્સો કરે તે સારું નથી. આ માટે નાનપણથી જ બાળકના ગુસ્સા પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી બને છે. જો તમે અત્યારે બાળકના ગુસ્સા પર કંટ્રોલ કરતાં નથી તો તે આગળ જતાં તમને ખૂબ જ પરેશાન કરશે. આમ જો તમારું બાળક ખૂબ જ ગુસ્સો કરતું હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.

બાળકનો ગુસ્સો આ રીતે કંટ્રોલ કરવો...

· જો તમારું બાળક ખૂબ જ ગુસ્સો કરે છે તો સૌથી પહેલા તો તે ગુસ્સા પાછળની કારણ જાણો. ગુસ્સા પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા કેસોમાં એવું થતું હોય છે કે પેરેન્ટ્સપણ તેની સાથે ગુસ્સો કરે છે. આમ તમે પણ સામે ગુસ્સે થાવ છો તો તમારે આ આદત સુધારવાની જરૂર છે. કારણ કે આમ કરવાથી બાળકમાં વધુ ગુસ્સો આવે છે.

· બાળક જ્યારે ગુસ્સે થાય ત્યારે તેને શાંતિથી સમજાવો, બાળકને પ્રેમ આપો. બાળકોને પ્રેમથી સમજવવાથી તે તેના ગુસ્સા પર કંટ્રોલ કરે છે. અને શાંત થઈ જાય છે.

· બાળક વધુ ગુસ્સો કરે તો તેને મેડિટેશન કરાવો. મેડિટેશન કરાવવાથી બાળકનું મગજ શાંત થાય છે. પ્રાણાયામ એક બેસ્ટ ઓપસન છે. તેનાથી ગુસ્સો કંટ્રોલ કરી શકાય છે.

· તમારા બાળકને તમે શીખવાડો કે જ્યારે તેને ગુસ્સો આવે ત્યારે 1 થી 100 બોલવાનું ચાલુ કરો દો. આ ગણતરી કરવાથી ગુસ્સો આપોઆપ શાંત થઈ જશે. આ ફોર્મ્યુલા પેરેન્ટ્સ પણ ફોલો કરી શકે છે. તમે આ રીતે ગુસ્સા પર કંટ્રોલ કરશો તો સરળતાથી ગુસ્સા પર કંટ્રોલ થઈ જશે.

· બાળકના ગુસ્સાને શાંત કરવા માટે કોઈ સારી બૂક વાંચવા આપો. એક અહેવાલ મુજબ રીડિંગ કરવાથી ગુસ્સો ઓછો થાય છે. આ પણ એક બેસ્ટ ઓપસન છે.   

Latest Stories