Connect Gujarat
લાઇફસ્ટાઇલ

શું તમારા બાળકનું ઉંમર સાથે વજન નથી વધતું? તો ડાયટમાં આ 5 ફૂડને સામેલ કરો, ફટાફટ વધશે વજન....

બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે.

શું તમારા બાળકનું ઉંમર સાથે વજન નથી વધતું? તો ડાયટમાં આ 5 ફૂડને સામેલ કરો, ફટાફટ વધશે વજન....
X

બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે. આથી જ બાળકનો યોગ્ય વિકાસ થવો જ જોઈએ પરંતુ ઘણી વખત એવું બને છે કે બાળક પૂરે પૂરો આહાર લે છે છતાં તેનું વજન વધતું નથી અને બાળકનું શરીર સુકલકડું લાગે છે. બાળક હોય કે મોટા દરેકે સિઝનલ ફ્રૂટ ખાવા જ જોઈએ. લીલા શાકભાજી અને સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરો. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, અને એંટીઓક્સિડેંટ્સ હોય છે. તો આજે અમે તમને કેટલીક એવિ ચીજો વિષે જણાવીશું કે જેનાથી તમારા બાળકનું વજન વધી જશે.

· દૂધનું સેવન કરવાથી વજનમાં વધારો થાય છે. તે કેલ્સિયમ અને વિટામિન ડી ને મેઇનટેન કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમા કેલ્સિયમ આવેલું હોય છે જેનાથી દાંત અને હાડકાં મજબૂત બને છે.

· પ્રોટીનના ઇનટેક પણ વેઇટ વધારવામાં મદદ કરે છે. માછલી, બીન્સ, ટોફુંને ડાયટમાં સામેલ કરો. તેમાથી એમીનો એસિડ મળે છે. જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. તેનાથી મસ્લ્સ પણ રીપેર થાય છે.

· શરીર વધારવામાં પાણીનો સારો એવો રોલ છે. દિવસમાં કામ સે કામ 3 લિટર પાણી પીવાનું રાખો. બાળકમાં પણ પૂરતું પાણી પીવાની આદત પાડો.

· હેલ્ધી ફેરથી બ્રેઇન હેલ્ધ સારું રહે છે અને હોર્મોન્સ પ્રોડકશન પણ સારું થાય છે. બાળકને એવાકાદો, નટ્સ, ઓલિવ ઓઇલમાંથી બનાવેલ ફૂડ ખવડાવી શકો છો.

Next Story