Connect Gujarat
લાઇફસ્ટાઇલ

શું ડુંગળી તમને રડાવે છે? આ ટિપ્સને ફોલો કરો ડુંગળી કાપતા નહીં આવે આંખમાં પાણી....

શું ડુંગળી તમને રડાવે છે? આ ટિપ્સને ફોલો કરો ડુંગળી કાપતા નહીં આવે આંખમાં પાણી....
X

રસોડામાં ડુંગળીનો રોલ ખૂબ જ મહત્વનો છે. ડુંગળી નાખતાની સાથે જ સ્વાદમાં અનેકગણો વધારો થઈ જાય છે. પરંતુ જ્યારે ડુંગળી કાપવાનું કામ આવે ત્યારે લોકો તેનાથી દૂર ભાગતા હોય છે. કારણ કે ડુંગળીને કપ્તાની સાથે જ આંખમાંથી આસુંની ધારો થવા લાગે છે. કૂકિંગ સમયે ડુંગળી કાપવાનું કામ અધરું પડે છે. જો તમને પણ આ સમસ્યા તો અમે તમને એવા કેટલાક હેક્સ જણાવીશું જેનાથી તમારી આંખો નહીં બળે અને આંખું પણ નહીં આવે.

૧. ડુંગળી કાપતા સમયે તમે ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો. આ એક ખાસ પ્રકારના ચશ્મા હોય છે જેના લીધે હવા આંખો સુધી નથી પહોચતી. ચસમાં પહેરવાથી ડુંગળીમાં રહેલ ગેસ આંખો સુધી પહોચશે નહીં.

૨. ડુંગળીની છાલ કાઢ્યા બાદ તેને વચ્ચેથી કાપી નાખો ત્યાર બાદ આ ટુકડાને થોડી વાર પાણીમાં મૂકી દો. ૧૫ -૨૦ મિનિટ સુધી પાણીમાં રાખ્યા બાદ તમે તેને વાપરી શકો છો. જો તમે ઈચ્છો તો આ પાણીમાં સફેદ વિનેગાર પણ નાખી શકો છો.

૩. ડુંગળી કાપતા પહેલા તેને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દો. આવું કરવાથી ડુંગળીમાં રહેલા ઇંઝાઇમ દૂર થાય છે અને તેને કાપવાથી આંખમાં આંસુ નહીં આવે.

૪. હંમેશા ડુંગળી ધારદાર ચપ્પુ થી કાપવી. જો તમે ધારદાર ચપ્પુથી ડુંગળી કાપો છો તો તેના એક ચોક્કસ પ્રકારના લેયર્સ થાય છે. જેના લીધે તેમાથી ઓછું ઇંઝાઇમ નીકળે છે. ડુંગળીની વોલ્સ જ્યારે ડેમેજ થાય છે. ત્યારે તેમાથી ઓછો ગેસ નીકળે છે. પરિણામે તમારી આંખો સુરક્ષિત રહે છે.

Next Story