/connect-gujarat/media/post_banners/9e86cdee21a55f0812d928b90f1f62ab11c864c9c36382324ca1b6ae4beae9d6.webp)
એવું નથી હોતું કે ખાલી મેકઅપ કરીને જ તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો, પરંતુ કુદરતી ગ્લો મોટાભાગે યોગ્ય ત્વચા સંભાળની દિનચર્યા અને આહાર પર આધારિત છે. રોજ મેકઅપ કરવાથી ચહેરા પર આવા લેયર જમા થાય છે જે દેખાતા નથી, પરંતુ તેના કારણે ચહેરાની ચમક ખતમ થઈ જાય છે.જેથી એવા ઘટકો વિશે જાણો કે જેના ઉપયોગથી ચહેરાની ચમક અને સુંદરતા વધી શકે છે.
1. એલોવેરા જેલમાં લીંબુનો રસ એક ચમચી મિક્સ કરો. તેને 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર રાખો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો.
2. કાકડીને છીણીને તેમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. જેના દ્વારા તમને ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન મળશે.
3. ટામેટાના પલ્પમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી દહીં મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાની ટેનિંગ પણ દૂર થશે. આ પેક અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવી શકાય છે.
4. બે ચમચી નારિયેળ પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આ પેકને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે.
5. લીંબુનો રસ, મધ અને મિલ્ક પાવડરને એકસાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પેકનો ઉપયોગ કરવાથી ગ્લોઈંગ સ્કિન મળશે.
6. અડધો કપ પપૈયાનો પલ્પ લો, તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. ઝડપી અસર માટે દર બીજા દિવસે આ પેકનો ઉપયોગ કરો.