• આલી કાછીયાવાડ વિસ્તારમાં પાલિકાની કામગીરી

  • પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરાય

  • કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી રોડ ઉખાડી દેવાયો

  • ગટર લાઇનની કામગીરીના કારણે સ્થાનિકોમાં રોષ

  • મીડિયામાં અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું

ભરૂચ શહેરના વોર્ડ નં. 8માં આવેલ આલી કાછીયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી રોડ ઉખાડીને ગટર લાઇનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના વોર્ડ નં. 8માં આવેલ આલી કાછીયાવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ કરવામાં આવી હતી. જોકેઆ કામગીરી પૂર્ણ થયા બાદ રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશો સાથે સ્થાનિક કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતા જ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી અટકેલી ગટરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી. આ બાબતે કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કેમીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે. આ સાથે જ તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ ઉઠાવી હતી.