ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું તાત્કાલીક લેન્ડિંગ કરવામાં આવ્યુંહોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણ મણવરથી ધાર જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તે રોડ માર્ગે ધાર જઈ રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મનવરમાં રોડ શો અને સભા અર્થે ગયા હતાં. જ્યા સભા બાદ તે હેલિકોપ્ટર મારફતે પરત ધાર પહોંચ્યા હતા. પરંતુ જ્યા થોડા સમય બાદ શિવરાજસિંહના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આથી હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. ત્યારબાદ તેઓ રોડ માર્ગે ગયા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170