મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, 100 કરોડની વસુલીનો આરોપ

New Update
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, 100 કરોડની વસુલીનો આરોપ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પર 100 કરોડની વસુલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિણામે અત્યારે મહારાષ્ટ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપ નાના નથી અને રાજ્યના ગૃહ મંત્રી પર છે, એટલા માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટે આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટિલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.

પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. અરજીમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પદથી ટ્રાન્સફર કરવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. આ પહેલા અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ અંગે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવતા સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

Latest Stories