મહિસાગર : લુણાવાડાના ગધનપુરમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ, ખેડૂત બેહાલ

New Update
મહિસાગર : લુણાવાડાના ગધનપુરમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ, ખેડૂત બેહાલ

લુણાવાડા તાલુકા ગધનપુર ગામના કલ્પેશ પટેલ જયેશ પટેલ સહિત અન્ય ખેડૂતોનો ખેતરમા આગ લાગતા પકવેલો પાક બળીને ખાખ થયો હતો. ખેડૂતે મહામુસીબતે ખેતરમાં પકવેલો પાક બળીને ખાખ થતા ખેડૂતો પર જાણે આભ ટુટી પડયુ હોય તેવી પરિસ્‍થિત સર્જાઈ હતી. ગધનપુર ગામે 13 વિઘાના ખેતરમાં પકવેલા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો.ખેડુતોએ પોતાનો પકવેલા ઘઉં કાપીને ખેડૂતોએ ખેતરમાં મુક્યા હતા.પણ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં આગ લાગતા ઘઉ બળીને ખાખ થય હતા. ખેતરોમાં આગ લાગવાની જાણ થતા આજુબાજુના રહીશો પણ ઘટના સ્થળેએ દોડી આવ્યા હતા.અને લુણાવાડા ફાયર ફાઈટર ઘટના સ્થળેએ પહોચે તે પહેલા જ ઘઉં બળીને ખાખ થય ગયા હતા.આમ અંદાજે ખેડૂતના 500 મણ જેટલા ઘઉં બળીને ખાખ થઈ જવા પામ્યા છે.

 ખેતરમાં અચાનક આગ લગતા જગતનો તાત તૈયાર થયેલો ઘઉનો પાક બળી જતા ખેડુત બિચારો ન ઘર નો કે ન ઘાટનો હોય તેવી પરિસ્‍થિત સર્જાઈ હતી. આમ આકસ્મિક ઘટના બનવાને કારણે ખેડુતો બેહાલ થયા છે.

Latest Stories