મહીસાગર : બાલાસિનોર પોલીસે રૂ. 17 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી પાડી, ટ્રકચાલક ફરાર

New Update
મહીસાગર : બાલાસિનોર પોલીસે રૂ. 17 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી પાડી, ટ્રકચાલક ફરાર

ગાંધીના ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂનો વેપલો સામે આવ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ દ્વારા દારૂ ભરેલ મોટું ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં રૂ. 17 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક સહિત પોલીસે કુલ રૂ. 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

publive-image

મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ દ્વારા દારૂ ભરેલું એક મોટું ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં રૂ. 17 લાખના વિદેશી દારૂ સહિત ટ્રક મળી પોલીસે કુલ કિંમત રૂપિયા 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઝડપાયેલા દારૂમાં કેટલીક વિદેશી દારૂની બોટલો પર પોલીસને મહારાષ્ટ્ર પાસીંગ દારૂનો સિક્કો તો કેટલીક બોટલો માર્કા વગરની પણ મળી આવી છે. મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, અને જો કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તો મોત પાછળ જવાબદાર કોણ..?, એ સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.

બાલાસિનોર ટાઉન પોલીસ ખાનગી વાહનોના પેટ્રોલીંગ અર્થે ભાંથલા ચોકડી નજીક વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન ટ્રક નં. MP 09 HG 9842 પુરઝડપે આવતા તેને ઉભી રખાવતા તે થોભી ન હતી, ત્યારે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક પોતાની ટ્રક સાઇડમાં ઉભી કરી ટ્રકમાંથી કુદી અંધારાનો લાભ લઇ ખેતરમાં નાસી છૂટ્યો હતો, જ્યારે ટ્રકમાં જોતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની 2880 નંગ બોટલ પોલીસને મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 17,16,000/-  અને સાથે ટ્રકની કિંમત આશરે રૂ. 10,00,000/- મળી કુલ્લે કિંમત રૂ. 27,16,000/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories