/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08134257/MAHISAGAR-SUICID.jpg)
મહીસાગરના બાલાશિનોરમાં પ્રેમમાં નાસીપાસ થયેલ યુવાને અંતિમ વિડીયો બનાવી જીવન લીલા સંકેલી હતી. MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે 'મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ' આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું.
પ્રેમમાં પ્રેમીઓ કઈ પણ હદ સુધી જઈ શકે છે પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે 'મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ' આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્લસોયો ગુમાવ્યો છે. પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક યુવાન મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ કે જે ફિલિપાઈન્સ ખાતે MBBSમાં અભ્યાસ કરે છે અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી વતનમાં બાલાસિનોર આવ્યો હતો. અહી આવ્યા બાદ તેને જાણ થઈ હતી કે તેની પ્રેમિકાનું અન્ય સાથે અફેર છે ત્યારે પ્રેમમાં દગો મળતા તેણે વીડિયો બનાવી મિત્ર વર્તૂળમાં સેન્ડ કરી ગળતેશ્વર ગામ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત ને વહાલું કર્યું હતું.