મહીસાગર: લુણાવાડામાં નપાણીયાની સબ માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

New Update
મહીસાગર: લુણાવાડામાં નપાણીયાની સબ માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

મહીસાગરના લુણાવાડામાં ફરી એકવાર નપાણીયા ગામની સબ માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરીએ વળ્યા.

મહીસાગર જિલ્લમાં અવાર નવાર કેનાલ તૂટવાની તેમજ ઓવરફલો થવાની ઘટના બનતી હોય છે ત્યારે  ખેડૂત માટે જીવાદોરી સમાન કેનાલ અભિશાપ બની હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતને પાક પકવવા સમય સર પાણી નથી મળતું અને તેમાં પણ કેનલો ઓવરફ્લો થતાં મહામહેનતે ઊભો કરાયેલા પાકને નુકસાની વેઠવાનો વારો આવે છે. લુણાવાડા તાલુકાનાં નપાણીયા ગામની સબ માઇનોર કેનાલ ઓવરફલો થતા કેનાલનું પાણી ખેડુતોનાં ખેતરમાં ફરી વળ્યું હતું અને ખેતર આખા બેટમાં ફેરવાઇ ગયું હતું. ખેતરમાં પાણી ફરી વળતાં મુખ્યત્વે ઘઉ, મકાઈ, ચણા, બાજરી જેવા પાકોને મોટા પાયે નુકશાન થયુ છે. અધિકારીઓના પાપે થયેલા નુક્સાન ને પગલે વહેલી તકે વળતર આપવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories