અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના ચક્કરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો એક યુવાનને ભારે પડ્યો છે.  ઇમરાન મનીહર નામના યુવાને બે નાના બાળકો સાથે ચાલુ બાઇક પર રીલ બનાવી હતી.ચાલુ બાઇક પર બાળકો સાથે રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો.વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઇમરાન મનીહર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તેની પાસે માફી મંગાવી હતી. સાથે જ પોલીસે લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રીલ કે વીડિયો બનાવવાના ચક્કરમાં પોતાની તથા અન્ય લોકોની સુરક્ષા જોખમમાં ન મૂકવા અપીલ કરી છે.