New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/12133247/maxresdefault-43.jpg)
ભરૂચમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે નગર સેવા સદન દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય એ માટે નગર સેવા સદન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નગર સેવા સદનના પ્રમુખ્ગ અમિત ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા સહિતના આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું અને કોરોના મહામારી વચ્ચે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી.