-
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
-
સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં આગ
-
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
-
5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર: પાનોલી GIDCની સ્ટરલાઈટ કંપનીમાં ભીષણ આગથી દોડધામ,5 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ
કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો હતો. કામદારો સમયસુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર,જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ ૨ થી ૩ કલાકની જહેમત બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
