વડોદરા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર કરજણ તાલુકાના સાપા, બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ઘટનાની જાણ 112 દ્વારા કરજણ ફાયર ટીમને થતા કરજણથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં ટેન્કર બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
