-
VNSGUમાં AI ની મદદથી ચોરી
-
વિદ્યાર્થીઓ ચેટ જીટીપીથી કરતા હતા ચોરી
-
પેપરનો ફોટો પાડી AI ટૂલ દ્વારા જવાબ મેળવતા હતા
-
6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી, 10 હજારનો દંડ ફટકાર્યો
-
ફ્લાઈંગ સ્ક્વોડે MBBSના 2 સહિત 6 છાત્રોને ઝડપી પાડ્યા
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરવાનો એક ચોંકાવનારો અને અત્યંત આધુનિક કિસ્સો સામે આવ્યો છે.MBBSના છાત્રો ચેટ જીપીટીનો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયા છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરવાનો એક ચોંકાવનારો અને અત્યંત આધુનિક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કાપલી કે નકલના કિસ્સાઓ તો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહીં વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટ જીપીટ નો સહારો લીધો છે.MBBS જેવી મહત્વની પરીક્ષામાં છાત્રોએ AI ટૂલની મદદથી જવાબો લખવાનો પ્રયાસ કર્યો, જેમને હવે યુનિવર્સિટીએ પાઠ ભણાવ્યો છે.
સુરતની VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષા હોલમાં બેઠેલા 6 જેટલા વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોનથી પેપરનો ફોટો પાડી તેને AI ટૂલ એટલે કે ChatGPT પર અપલોડ કરતા હતા. આ ટેકનોલોજીની મદદથી તેઓ ગણતરીની સેકન્ડોમાં સચોટ જવાબો મેળવી લેતા હતા.
જોકે, યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્ક્વોડ સતર્ક હતી. ચેકિંગ દરમિયાન શંકા જતાં આ 6 વિદ્યાર્થીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ 6 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ તો MBBS ના છે, જેઓ ભવિષ્યમાં ડોક્ટર બનવાના છે.આ કિસ્સાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે કે આખરે પરીક્ષા હોલમાં મોબાઈલ પહોંચ્યા કેવી રીતે?
