Connect Gujarat
દેશ

MDH મસાલાના મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન, પાકિસ્તાનમાં થયો હતો જન્મ!

MDH મસાલાના મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન, પાકિસ્તાનમાં થયો હતો જન્મ!
X

MDH મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે અવસાન થયું છે. આજે સવારે 5.38 વાગ્યે હ્રદય રોગનો હુમલો આવતા નિધન થયું છે. ઉદ્યોગપતિ ધર્મપાલ ગુલાટીને કોરોના વાયરસનો ચેપ પણ લાગ્યો હતો. ઉદ્યોગજગતમાં મોટા યોગદાન બદલ મહાશય ધર્મપાલને ગયા વર્ષે જ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુલાટીનો જન્મ 27 માર્ચ, 1923 ના રોજ અખંડ ભારતમાં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ધર્મપાલ ગુલાટીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, "ભારતના એક સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મહાશય ધર્મપાલજીના નિધનથી હું દુ:ખ અનુભવું છું." નાના ધંધાથી શરૂઆત કરવા છતાં તેઓએ ખ્યાતિ મેળવી. તેઓ સામાજિક કાર્યમાં ખૂબ સક્રિય હતા અને અંતિમ ક્ષણ સુધી સક્રિય રહ્યા. હું તેમના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કરું છું.

https://twitter.com/rajnathsingh/status/1334335748032450560

ધર્મપાલ ગુલાટીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગયા વર્ષે વેપાર અને ઉદ્યોગમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તે જ્યારે ભારત આવ્યો ત્યારે તેમની પાસે માત્ર 1,500 રૂપિયા હતા. ભારત આવીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘોડા ગાડી પણ ચલાવી હતી. ત્યારબાદ તેમણે દિલ્હીના કરોલ બાગના અજમલ ખાન રોડ પર મસાલાની દુકાન ખોલી હતી.

સંઘર્ષના પથ પર મસાલાનો વેપાર ધીરે ધીરે વધ્યો અને આજે ભારત અને દુબઇમાં તેમની પાસે 18 મસાલાના કારખાના છે. મહાશય ધર્મપાલ જાતે જ પોતાના મસાલાની જાહેરાત કરતા હતા. તે વિશ્વના સૌથી જૂના જાહેરાત સ્ટાર માનવામાં આવતા હતા.

ધર્મપાલ ગુલાટી માત્ર પાંચ ધોરણ પાસ હતા. તેમને નાનપણમાં ભણવામાં રસ ન હતો, જોકે તેમના પિતા ચુનીલાલ ઇચ્છતા હતા કે તેઓ ઉચ્ચસ્તરીય અભ્યાસ કરે. પરંતુ પિતાની ઇચ્છા પૂરી થઈ ન હતી અને 5 મી કક્ષા પછી તેમણે શાળા છોડી દીધી હતી. અને ત્યાર બાદ પિતાની સાથે જ દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. ધર્મપાલ ગુલાટીના પિતા ચુન્ની લાલે તેમને સુથારની દુકાનમાં કામ શીખવા માટે રાખ્યા હતા, પરંતુ ધર્મપાલે કામ પણ ન શિખ્યું અને નોકરી પણ ન કરી. ત્યાર બાદ પિતાએ ધર્મપાલ માટે મસાલાની દુકાન ખોલી આપી. આજે એમડીએચ મસાલો વિશ્વવિખ્યાત છે. જે ધર્મપાલની મહેનત અને પરિશ્રમનું ફળ છે. એમડીએચ મસાલાથી જાણીતા વયોવૃદ્ધ ધર્મપાલએ આજે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયાને અલવિદા કર્યું હતું.

Next Story