/connect-gujarat/media/media_files/2025/08/19/boar-2025-08-19-21-40-24.jpg)
અમરેલીના જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે જાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે. જાફરાબાદની જયશ્રી બોટ, ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ડૂબી ગઈ છે. આ બંને બોટમાં 9-9 ખલાસીઓ સવાર હતા.
બંને બોટના 4-4 ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના 5-5 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે. રાજપરા અને જાફરાબાદની બંને બોટના કુલ 8 ખલાસીઓની મધ દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણના કારણે પરત બોલાવી લેવામાં આવ્યા છે.