/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)
ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.
ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.