અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ઝેનીથ હાઈસ્કૂલ ખાતે આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

જરૂરિયાતમંદોએ લીધો લાભ

અંકલેશ્વરની ઝેનીથ હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી તથા સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી તથા સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે, નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ટ્રિનિટી આઈ સેન્ટર–અંકલેશ્વરના સહયોગથી ઝેનીથ હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. જેમાં આંખોની તપાસ, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટેની સેવા, રક્તદાન, મફત સામાન્ય દવાઓ, બ્લડ પ્રેશરની તપાસ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) તપાસ તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા પરામર્શ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્યકર્મીઓ દ્વારા ઉપસ્થિત લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખની તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા દર્દીઓને આગળની સારવાર અને જરૂરી હોય તો નિઃશુલ્ક સર્જરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેવાઓનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ, સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સહયોગ આપ્યો હતો.