વાદનગરે ઐતિહાસિક વારસાને આધુનિક પ્રવાસન સાથે જોડ્યુ
સ્થાનિક વેપારીઓ અને રિક્ષાચાલકો માટે સમૃદ્ધિની નવી આશા
છેલ્લા એક મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં થયો 6 ગણો વધારો
વડનગરમાં રેતીયા પથ્થરો પર કંડારેલી અદ્ભુત ધરોહર આકર્ષણ
દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વડનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર
મહેસાણા જિલ્લાના વડનગરમાં છેલ્લા એક મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં થયેલો 6 ગણો વધારો સ્થાનિક વેપારીઓ અને રિક્ષાચાલકો માટે સમૃદ્ધિની નવી આશા લઈને આવ્યો છે.
12મી સદીના ઐતિહાસિક વારસાને આધુનિક પ્રવાસન સાથે જોડીને મહેસાણા જિલ્લાના વડનગરે વિકાસની નવી ક્ષિતિજો સર કરી છે. છેલ્લા એક મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં થયેલો 6 ગણો વધારો સ્થાનિક વેપારીઓ અને રિક્ષાચાલકો માટે સમૃદ્ધિની નવી આશા લઈને આવ્યો છે. અર્જુન બારી, શર્મિષ્ઠા તળાવ અને 40 ફૂટ ઊંચું કીર્તિતોરણ વડનગરની સોલંકીકાલીન શિલ્પકળાની અજોડ ઓળખ છે. લાલ અને પીળા રેતીયા પથ્થરો પર કંડારાયેલી આ અદ્ભુત ધરોહર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.
વડનગરમાં શ્રાવણોત્સવ અને આધુનિક એક્વાસ્ક્રીન જેવી સુવિધાઓના પગલે માત્ર 9 દિવસમાં 5 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસનને વેગ આપવા શરૂ કરાયેલી ‘કીર્તિતોરણ’ અને ‘તાના-રીરી’ થીમ આધારિત ‘હેરિટેજ રિક્ષા’ પર્યાવરણની જાળવણી સાથે સ્થાનિક ચાલકો તેમજ ટૂરિસ્ટ ગાઇડ્સ માટે આજીવિકાનું ઉત્તમ માધ્યમ બની છે. ઐતિહાસિક વારસાનું સંરક્ષણ જ્યારે સ્થાનિક નાગરિકો માટે આર્થિક પ્રગતિનું સાધન બને, ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. વડનગરની આ નવતર પહેલ પ્રાચીન ઇતિહાસને જીવંત રાખવાની સાથે સ્થાનિક જનજીવનને પણ નવી ઊંચાઈ બક્ષી રહી છે.
