ભરૂચમાં ગણેશ મહોત્સવની પૂર્ણાંહુતિ

11 દિવસનું આતિથ્ય માણ્યા બાદ એકદંતને વિદાય

શહેરના રાજમાર્ગો પર નિકળી વિસર્જન યાત્રા

કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચના 11 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવ્યું હતું.

આજે અનંત ચૌદશના રોજ ભરુચ જીલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના..કોલ સાથે વિદાય આપી હતી.શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરૂચમાં જે.બી. મોદી પાર્ક નજીક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર નજીક   3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.નર્મદા નદીમાં ભરુચ નીલકંઠેશ્વર મંદિર ઓવારા અને ગોલ્ડન બ્રિજ ખાતે મુર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નાની અને મધ્યમ કદની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.વિસર્જન સમયે શ્રીજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની એ સહિતની નોંધ કરવામાં આવી હતી.આ સાથે જ પૂજાપો સહિતની વસ્તુઓ પણ અલગ કરવામાં આવી હતી.આ તમામ વસ્તુઓનો દહેજની બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. બીજી 9 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભુતમ ખાતે ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.વિસર્જન દરમ્યાન કોઈ અનીરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.