મહેસાણા- અમદાવાદ ટોલટેક્ષ માં 1 એપ્રિલ થી ભાવ વધારો થવા જઈ રહ્યો છે જેના પગેલ ટ્રાન્સપોર્ટરોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. લોકડાઉન બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસાય માંડ પાટા પર આવ્યો છે ત્યારે ટોલટેક્ષ વધતા માઠી અસર જોવા મળશે સહિતના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
Watch Video : https://fb.watch/4zTM9RwoMk/
સોશિયલ મીડિયામાં એક એવા સમાચાર વાયરલ થયા હતા કે મહેસાણા- અમદાવાદ વચ્ચે ટુ વીલર અને ફોર વિલર વાહનોનો જે ટોલ ટેક્ષ ફ્રી હતો તે ફરી થી 1 એપ્રિલ થી શરૂ થશે. આ બાબતે ટોલ ટેક્સ અધિકારી સાથે વાત કરતા તેમણે આ વાતને અફવા ગણાવી હતી અને તેમણે જણાવ્યું કે નાના વિહિકલમાં કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ કોઈ ટેક્સ શરૂ થનાર નથી અને મોટા ટ્રક જે 2 એક્સેલ છે તેના ટેક્સ માં અંદાજીત 15 ટકા નો વધારો 1 એપ્રિલ થી થનાર છે. આમ મોટી ટ્રક, લકઝરી બસ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ વાહનો પર વધુ બોઝ ઝીંકાયો છે.
એક બાજુ પેટ્રોલ ડીઝલ ના ભાવ આસમાને પહોંચ્યા છે ઘટવાનો કોઈ અણસાર નથી દેખાતો ત્યારે આ ટોલ ટેક્સ ના વધારો આવતા ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બનશે. હાલમાં 2 એક્સલ ટ્રક નો ટોલ 310 છે તે આવતી કાલ થી 330 થવાનો છે આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.