મહેસાણા: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ યુવકને ભારત પરત લાવવા રૂ.1.25 કરોડની જરૂર, પત્ની અને બે દીકરીઓની આજીજી

મહેસાણા: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ યુવકને ભારત પરત લાવવા રૂ.1.25 કરોડની જરૂર, પત્ની અને બે દીકરીઓની આજીજી
New Update

મહેસાણાના નાનકડા ગામનો યુવાન ગંભીર બીમારીના કારણે જાપાનની હોસ્પિટલમાં સારવાર લઈ રહયો છે ત્યારે તેને ભારત પરત લાવવા રૂપિયા 1.25 કરોડની જરૂર હોય પરિવાર મદદની ગુહાર લગાવી રહ્યો છે

મહેસાણાના ભેંસાણા ગામનો જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલો જયેશ પટેલ નામનો યુવાન ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ છે. ખર્ચાળ સારવાર અને બીમારીની હાલતમાં તેને ભારત લાવવા રૂ.1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે, જે પરિવાર ઉઠાવી શકે તેમ ન હોઇ યુવાનના ભાઇએ મદદ માટે અપીલ કરી છે. સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ પણ યથાશક્તિ મદદની અપીલ કરી છે. જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ 20 દિવસથી જાપાનમાં છે. જાપાની હોસ્પિટલે તેને ભારત લઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો છે. જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે. જયેશની તબિયત બગડતાં 5/10/2021એ હોસ્પિટલમાં દાખલ કરાતાં ટીબીનું નિદાન થયું હતું. જાન્યુઆરીમાં બ્રેઇન સ્ટ્રોક આવતાં તબિયત વધારે બગડી હતી. પરિવારે તેને ભારત લાવવા હોસ્પિટલનો સંપર્ક સાધતાં હોસ્પિટલે ફિટ ટૂ ફલાઇનું સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દેતાં તેને પ્રાઇવેટ એર એમ્બ્યુલન્સમાં પરત લાવવો પડે તેમ છે. જેમાં દોઢ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ હોઇ પરિવારજનોએ સરકાર અને લોકો પાસે આર્થિક મદદ માગી છે.

#Connect Gujarat #Gujarati News #Japan #mahesana news #Mahesana Young Men Hospitalized In Japan
Here are a few more articles:
Read the Next Article