/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/vlcsnap-2019-11-01-10h14m45s772.png)
સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆત પૂજા પાઠ કરીને કરાતી હોય છે. પણ ગામડાઓમાં આજે પણ કથાનું આયોજન કરીને નવા વર્ષની શરૂઆત ખેડૂત પરિવારો કરે
છે.
આજે લાભ પાંચમ છે ત્યારે વેપારીઓએ રોજગાર વેપારની શરૂઆત કરી દીધી છે.
ગામડાઓમાં ખેતી કરતા ખેડૂતોએ શિવ કથા યોજી ખેતીની શરૂઆત કરી. અરવલ્લી જિલ્લામાં
લાભ પાંચમના દિવસે ખેડૂતો બટાકાની ખેતી કરવાની શરૂઆત કરતા હોય છે. ત્યારે આ પહેલા પાંચમના દિવસે મોડાસા તાલુકાના નેહરૂકંપા ખાતે શિવ કથાનું
આયોજન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. કથાકાર વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજીએ શિવકથાનું
રસપાન ગ્રામજનોને કરાવ્યું હતું, જેમાં
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છી પટેલ સમાજના ઘણા લોકો તેમના નવા વર્ષની શરૂઆત શિવ આરાધના સહિતની કથા બાદ
કરતા હોય છે. ત્યારે
ગામડાઓમાં આવી શિવ કથાથી લોકોમાં સારા વિચારોનો સંગ્રહ થાય અને આખુ વર્ષ સુખ
સમૃદ્ધિથી નિવડે તે આશયથી ગામડાઓમાં આજે પણ ભગવાનની કથાથી લોકો પ્રેરણા લે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/11/vlcsnap-2019-11-01-10h14m43s193.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/11/vlcsnap-2019-11-01-10h14m47s990.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/11/vlcsnap-2019-11-01-10h14m51s726.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/11/vlcsnap-2019-11-01-10h14m54s392.png)