મોડાસા : સરદાર પટેલની પુણ્યતિથિને લોકો વિસર્યા, માત્ર ચાર લોકો આવ્યાં પુષ્પાજલિ માટે

મોડાસા : સરદાર પટેલની પુણ્યતિથિને લોકો વિસર્યા, માત્ર ચાર લોકો આવ્યાં પુષ્પાજલિ માટે
New Update

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની 31મી ઓકટોબરના રોજ

ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે પણ 15મી ડીસેમ્બરના રોજ તેમની પુણ્યતિથિ વિશે

જુજ લોકોને ખબર હશે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં તેમની પુણ્યતિથિ નિમિત્તે આંગળીના

વેઢે ગણી શકાય તેટલા લોકો તેમને પુષ્પાજલિ અર્પણ કરવામાં આવ્યાં હતાં. 

કોઇ જશ લેવાનો હોય તો નેતાઓ તથા

અધિકારીઓ દોટ મુકતાં હોય છે પણ મોડાસામાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની

પુણ્યતિથિને જ નેતાઓ અને અધિકારીઓ વિસરી ગયાં હતાં. જન્મજયંતિના દિવસે યાદ કરવામાં

આવતાં સરદાર વલ્લભભાઇ પટેલ તેમની પુણ્યતિથિના અવસરે વિસરાઇ ગયાં હતાં. સરદાર

પટેલને તેમની  પુણ્યતિથિ પર અરવલ્લી જિલ્લાના ગણ્યા ગાંઠ્યા લોકોએ યાદ કર્યા.

શહેરના સામાજિક આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમા ખાતે પહોંચી પુષ્પાંજલિ અર્પી હતી..

મોડાસા નગર પાલિકાનો કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકરો સહીતના જુજ લોકો

કાર્યક્રમમાં હાજર રહયાં હતાં. સરદાર પટેલના સિદ્ધાંતો તેમજ તેમના આદર્શો પર આજે

દેશ આગળ વધતો હોવાની વાત આગેવાનોએ કરી તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

#Gujarat #Modasa #Connect Gujarat #Sardar Patel
Here are a few more articles:
Read the Next Article