મોરબી : CM રૂપાણીની જાહેરાત, 700 રેમડીસીવર ઇન્જેક્શન આપવામાં આવશે

New Update
મોરબી : CM રૂપાણીની જાહેરાત, 700 રેમડીસીવર ઇન્જેક્શન આપવામાં આવશે

ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલે મોરબીની મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાતે કરફ્યૂ કેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે.

મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ મોરબી જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા. જેમાં મોરબી આવી સીએમ વિજય રૂપાણીએ મોરબી જીલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને જીલ્લા પ્રભારી મનીષા ચંદ્રા સાથે મુલાકાત લઈ અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મોરબી જીલ્લાની સમીક્ષા વહીવટી તંત્ર સાથે કરી છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર બેડ, દવાઓ, રેમડીસીવર ઇન્જેક્શન અને ટેસ્ટ ટ્યૂબની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 700 રેમડીસીવર ઇન્જેક્શન મોરબી જીલ્લામાં આપવામાં આવ્યા છે અને આવતીકાલે પણ 700 ઇન્જેક્શન પાછા આપવામાં આવશે.બીજી બાજુ રેમડીસીવરના ડોઝ તમામ લોકોએ લેવાના નથી કેમ કે, તેની આડ અસરો પણ ડોકટરોએ નોંધી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ મોરબી જીલ્લા માટે આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય એ માટે આરોગ્ય મંત્રી અને ડે. સીએમ નીતિન પટેલ સાથે મોરબીની મુલાકાત લીધી છે. જે આગામી સમયમાં સ્થિતી થાળે પડી જશે તેંમજ માસ્ક અને કન્ટેનમેન્ટ ઝોનના નિયમો પાળવા પણ પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે મોરબી જીલ્લામાં આગામી સમયમાં કોરોના વધતો અટકાવી શકાય છે. તેમણે રાતના કરફ્યૂ અંગે જણાવ્યું કે, 20 નગરોમાં જેમાં મોરબી પણ સામેલ છે. જેથી ગરમીમાં લોકો બનિજરૂરી રાતે બહાર ન નીકળે અને સંક્રણ વધે નહીં. આ ઉપરાંત સીએમ રૂપાણીએ ત્રણ ‘T’અંગે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધવાનું છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.

Latest Stories