ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે. પંચાયત મકાનમાં 7/12ના ઉતારાથી માંડી ખેડૂતોની સબસીડી અને આવકના દાખલા કાઢવા સુધીનું ગામ ગ્રામ પંચાયતમાંથી થાય છે ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની 2,760 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે.પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. 2,760 પંચાયત ઘર માર્ચ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14થી 22 લાખનો ખર્ચ થશે. તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે.
રાજ્યની 2700થી વધુ ગ્રામપંચાયતના નવા મકાન બનાવાશે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત
ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170