Connect Gujarat

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ દર્દીના મોત, સતત ત્રીજા દિવસે ચાર લાખ નવા કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ દર્દીના મોત, સતત ત્રીજા દિવસે ચાર લાખ નવા કેસ
X

દેશમાં દરરોજ ન માત્ર કેસ જ વધી રહ્યા છે પરંતુ મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં ચાર હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીના મોત નોંધાયા છે. જ્યારે ચોથી વખત અને સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોના કેસ આવ્યા છે અને 4187 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે 3,35,609 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

7 મે સુધી દેશભરમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. પાછલા દિવસે 22 લાખ 97 હજાર 257 રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં 30 કરોડ 4 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. પાછલા દિવસે 18 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 22 ટકાથી વધુ છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.09 ટકા છે જ્યારે રિકવરી રેટ 82 ટકાથી વધુ છે. સક્રિય કેસ વધીને 17 ટકા થયો છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે યુએસએ, બ્રાઝિલ, મેક્સિકો બાદ વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે.

Next Story
Share it