સુરતમાં 24 કલાકમાં કોરોનાના 500 કરતાં વધારે કેસો નોંધાય ચુકયાં છે ત્યારે બે દિવસ માટે ટેકસટાઇલ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે
સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ લઈને શનિવાર અને રવિવારે સુરત ટેક્સટાઇલ માર્કેટ સમગ્ર રીતે બંધ કરી દેવામાં આવી છે. મહા નગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના ટેકસટાઇલ અને હીરા ઉધોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ વેપાર બંધ રાખવા અપીલ કરી હતી.
ટેકસટાઇલ માર્કેટમાં રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી આ અપીલ કરાઇ હતી. આ ઉપરાંત ટેકસટાઇલ માર્કેટમાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યાં હતાં. કાપડ માર્કેટના 4 સંગઠનોને બેઠક યોજ્યા પછી શનિવાર અને રવિવારના રોજ બે દિવસ કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. આજે સુરત શહેરની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહી હતી. વેપારીઓ તથા ગ્રાહકોની અવરજવર પર રોક લાગતાં માર્કેટો સુમસાન ભાસતી હતી.