મુંબઈ : નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગી આગ

New Update
મુંબઈ : નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગી આગ

10 ક્લાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબૂ ન મેળવી શકાયો

મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ પર 10 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ ઓલવવાની કામગીરીમાં ફાયર ટીમના 2 જવાન ઘાયલ થયા છે. 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. મોડી રાત્રે દુકાનમાં લાગેલી આગે સેન્ટર મોલને ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી 300 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને લેવલ ફોરની આગ ગણાવી છે.

મળતી માહિતી અનુસાર જે સમયે મોલમાં આગ લાગી ત્યારે ત્યાં 200થી 300 લોકો હાજર હતા. મુંબઈ પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સુરક્ષિત તેમને બહાર કાઢ્યા છે. આગ ધીરે ધીરે મોલમાં ફેરવાઈ ગઈ અને આખો વિસ્તાર કાળા ધુમાડાના ગોટાથી ઢંકાઈ ગયો છે. મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ પર 10 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ ઓલવવાની કામગીરીમાં ફાયર ટીમના 2 જવાન ઘાયલ થયા છે. 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.  મોડી રાત્રે દુકાનમાં લાગેલી આગે સેન્ટર મોલને ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી 300 લોકોનું  રેસ્ક્યુ કર્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને લેવલ ફોરની આગ ગણાવી છે.

આગ બુઝાવવાની કોશિશમા લાગેલા ફાયરકર્મીઓમાં શમરાન જલાન બંજારા અને રમેશ પ્રભાકર ઘાયલ થયા છે. બંનેની સારવાર જેજે હોસ્પિટલમાં ચાલી રહી છે. બંનેની સ્થિતિ સ્થિર છે. સીટી મોલની પાછળની બિલ્ડિંગ ઓર્ચિડ ટાવરથી પણ 3500 લોકોને ખસેડી લેવામાં આવ્યા છે.

Latest Stories