New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/13122322/CEO-1-e1607842425373.jpg)
ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ(TRP) કૌભાંડમાં મુંબઇ પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ક્રાઇમ બ્રાંચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે. બનાવટી ટીઆરપી કેસમાં વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસ દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.
પોલીસ ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) કથિત ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલે અગાઉ પણ વિકાસ ખાનચંદાનીની અનેક વાર પૂછપરછ કરવામાં આવી છે. વિકાસ ખાનચંદાની, વરિષ્ઠ પત્રકાર અને ચેનલના મુખ્ય સંપાદક અર્ણવ ગોસ્વામીને પણ એક જૂના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા.