નડિયાદ : આખલો ગાંડો થતાં આધેડને અડફેટે લીધો, વ્યક્તિનું સ્થળ પર જ મોત

New Update
નડિયાદ : આખલો ગાંડો થતાં આધેડને અડફેટે લીધો, વ્યક્તિનું સ્થળ પર જ મોત

નડિયાદ શહેરમાં આખલો ગાંડો થતા ચકચાર મચી છે. શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

 વ્યક્તિને અડફેટે લીધા બાદ આ આખલો ગામમાં ઘુસી જતા ફાયર બ્રિગેડના ઢોર પકડવા ના વિભાગને બોલાવવાની ફરજ પડી હતી. જે ફાયર બ્રિગેડની ઢોર પકડવાના વિભાગે લગભગ બે કલાક સુધી આખલાને પકડવા માટે મહેનત કરી હતી. શહેરની જુદી-જુદી ગલીઓમાં નાસભાગ કરતા આખલાને કારણે શહેરમાં ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. આખરે બે કલાકની મહેનત બાદ આખલાને પકડી બાંધી દેવામાં આવ્યો હતો.

Latest Stories