ભરૂચ જિલ્લાના 8 તાલુકા પંચાયતો માટે ભાજપે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓના નામોના મેન્ડેટ જારી કર્યા હતા.સોમવારે ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની  ચૂંટણી માટે ખાસ સભા યોજાનાર છે. સોમવારે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી હાથ ધરવામાં આવનાર છે.ભાજપ દ્વારા આજે રવિવારે ભરૂચની 8 તાલુકા પંચાયત માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક નેતા, દંડકના નામોનું મેન્ડેટ જારી કરવામાં આવ્યું હતું.ભરૂચ તાલુકામાં પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ, ઉપપ્રમુખ લક્ષ્મીબેન ટંડેલ, કારોબારી ચેરમેન માર્મિક પટેલ, પક્ષના નેતા રાકેશ ગોહિલ અને દંડક તરીકે વીરેન્દ્રસિંહ રાજને ભાજપે મેન્ડેટ આપ્યું છે.
એવી જ રીતે અંકલેશ્વર તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગીતા દેવધરા, કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર, દંડક સેજલ વાંસિયાને મેન્ડેટ જારી કરાયું હતું. ભાજપનું મેન્ડેટ જાહેર થતા જ પદાધિકારીઓને ફુલહાર, અભિનંદન આપવા સમર્થકો ઉમટી પડ્યા હતા.