નર્મદા : ડેડીયાપાડાના નિવાલદા મિશન ચોકડી ખાતે થી ભેંસ અને પાડા ભરેલી ચાર ચાર ટ્રકો ઝડપાઇ

New Update
નર્મદા  : ડેડીયાપાડાના નિવાલદા મિશન ચોકડી ખાતે થી ભેંસ અને પાડા ભરેલી ચાર ચાર ટ્રકો ઝડપાઇ

નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીનેજ આવેલ હોય ગેરકાયદેસરની પ્રવુતતીઓ બેફામ પણે બનતી હોય છે. તેમાંય વિદેશી દારૂની હેરાફેરી અને પશુઓની હેરાફેરી મુખ્ય છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડીવાયએસપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડાના PSI એ.આર.ડામોર અને સાગબારાના PSI જી.કે.વસાવાનાઓએ સંયુકત ઓપરેશનમા ગુજરાત માથી મહારાષ્ટ્ર તરફ જતા પશુઓ ભરેલી એકસાથે ચાર ચાર ટ્રકો ઝડપી પાડી હતી.

પોલીસે આ મામલે તપાસ કરતા આ ભેંસો ભરુચ ખાતે થી મહારાષ્ટ્ર ના ધુલિયા ખાતે સપ્લાય થતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ટ્રક ડ્રાઇવરો બાબુભાઈ ચંદુભાઇ તડવી રહે.મકતમપુર જીલ્લા પંચાયત કોલોની ભરુચ, દાઉદવલી ઈસમાઇલ કોન્ટ્રાકટર રહે. અઘરામાં તા વાગરા, યુસુફ મહંમદ પટેલ રહે બ્રધરપાર્ક સોસાયટી, શેરપુરા ભરુચ અને રહીમબેગ સમશેરબેગ મીર્ઝા રહે બ્રધરપાર્ક સોસાયટી ભરુચનાઓને ઝડપી પાડયા હતા. પોલીસે ભેંસો 36 કિંમત રુપિયા 7 લાખ પાડા નંગ 16 કિંમત રુપિયા 80 હજાર ટ્રક નંગ 4 કિંમત રુપિયા 20 લાખ મળી કુલ રુપિયા 2780000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે એનિમલ કરુઅલટી એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ભેંસોના વેપલા સાથે સંકળાયેલા અસામાજિક તત્વો કોણ છે તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories