Connect Gujarat
Featured

નર્મદા: કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસે શરૂ કરી દંડનીય કાર્યવાહી, જુઓ કેટલો કરાયો દંડ

નર્મદા: કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસે શરૂ કરી દંડનીય કાર્યવાહી, જુઓ કેટલો કરાયો દંડ
X

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કોવિડ-19ની ગાઈડ લાઇનના ચુસ્ત પાલન માટે કડક ચેકિંગ કરવામાં આવ્યું છે અને માસ્ક ન પહેરનાર તેમજ શોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ અટકાવવા થઇ રહેલી કામગીરી અન્વયે રાજપીપલા શહેરી વિસ્તારમાં જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોય તેવા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો હતો. અને આરોગ્યતંત્ર દ્વારા તેમને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા.સેનીટાઇઝેશન કરવાની સાથે જે લોકો જાહેરમાં થૂંકશે તેવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે તેવો ઘનિષ્ટ પ્રચાર-પ્રસાર મોબાઇલ વાન મારફતે કરીને લોકજાગૃત્તિ કેળવવામાં આવી રહી છે. પોલીસ વિભાગના સહયોગથી માસ્ક ન પહેરવા બદલ 30 વ્યક્તિઓ પાસેથી રૂા.30 હજારના દંડની વસુલાત કરાઇ છે. જિલ્લામાં આજદિન સુધી કુલ-53 હજારથી વધુ વ્યક્તિઓને રસીકરણ કામગીરી હેઠળ આવરી લઇ તેમને રસીના ડોઝ અપાયાં છે.

Next Story