ગુજરાતમાં સૌપ્રથમવાર સી પ્લેન સેવાનો પ્રારંભ થવા જય રહ્યો છે, ત્યારે તા. 31મી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ સી પ્લેનમાં સફર કરી આ પ્રકલ્પનો પ્રારંભ કરાવશે. જોકે હાલ યુદ્ધના ધોરણે તળાવ નંબર 3 ખાતે જેટી બનવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
નર્મદા જીલ્લામાં આગામી તા. 31મી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલ જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે, ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રિવરફ્રન્ટથી સી પ્લેનમાં સફર કરીને કેવડિયાના નર્મદા ડેમ નજીક આવેલ તળાવ નંબર 3 ખાતે પહોંચી આ પ્રકલ્પનો પ્રારંભ કરશે, ત્યારે સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળ નજીકના તળાવમાંથી કેવડિયા વન વિભાગે અત્યાર સુધીમાં 128થી વધુ મગરોનું રેસ્કયુ કરી સરદાર સરોવર ડેમ તેમજ ગીર ફાઉન્ડેશન ખાતે ખસેડ્યા છે. જોકે મગરો સીધા નર્મદા ડેમમાંથી મેન કેનાલ થકી તળાવ નંબર 3માં આવે છે, ત્યારે આ સ્થળે હજુ પણ અસંખ્ય મગરો હોવાથી રેસક્યું કરવાની કાયવત હાલ યથાવત રાખવામાં આવી છે. જોકે હાલ યુદ્ધના ધોરણે તળાવ નંબર 3 પર જેટી બનવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે SSNLના એમ.ડી. રાજીવ ગુપ્તા દ્વારા સ્થળ નિરીક્ષણ કરી કાર્યરત તમામ અધિકારીઓને તા. 31મી ઓક્ટોમ્બર પહેલા કાર્ય પુર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.