/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/28180920/maxresdefault-400.jpg)
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાના નામથી ફોન કરી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે....
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામનો દુરઉપયોગ કરી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. દેશની જાણીતી વ્યક્તિઓના ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ હેક કરી તે એકાઉન્ટના માધ્યમથી પૈસાની માંગણી કરાતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ આવી ટોળકીનો શિકાર બન્યાં હોય તેમ લાગી રહયું છે. ટોળકીના સાગરિતોએ ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારો યોજવાના નામે પૈસાની માંગણી કરી હતી. સાંસદના નામથી ફોન આવતાં કેટલાક જાગૃત ઉદ્યોગપતિઓએ મનસુખ વસાવાનો સંપર્ક કર્યો હતો. સાંસદે તેમના તરફથી કોઇ માંગણી કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. જે ફોન પરથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતાં તે ફોન નંબરનું લિસ્ટ પણ સાંસદને આપવામાં આવ્યું છે. ટેલીફોન નંબરોની યાદી સાથે મનસુખ વસાવાએ ભરૂચ એસપીને ફરિયાદ કરી છે.