Connect Gujarat
નવરાત્રી 2023

કચ્છના કુળદેવી માઁ આશાપુરા આશરે બારસો વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે, વાંચો રોચક કથા

કચ્છના કુળદેવી માઁ આશાપુરા આશરે બારસો વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે, વાંચો રોચક કથા
X

દેશ દેવી માઁ આશાપુરા: કચ્છ ધરા પર પરમશાંતિનો અનુભવ કરાવતી માઁ આશાપુરાનાં સ્થાનક વિષે. માતાનાં મઢ તરીકે જાણીતા આ સ્થાનક પર ભક્તોની છે અપાર શ્રદ્ધા કે એકવાર અહી આવી માઁ આશાપુરા સમક્ષ અરજ રાખી ભક્તોની તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે,આથી જ તો માઁ આધ્યશક્તિના આ સ્વરૂપને ભાવિકો ભજે છે માઁ આશાપુરાનાં નામે…


માતાનો મઢ ભુજથઈ લગભગ 90 થઈ 100 કિલોમીટરના અંતરે માઁ આશાપુરાનું મંદિર આવેલું છે,મંદિરની ચારેબાજુ નાની ટેકરીઓ અને પર્વતોની વચ્ચે મંદિર આવેલું છે. મંદિરમાં માઁ આશાપુરની મૂર્તિ 6 ફિટ ઊંચી અને 6 ફિટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. માતાજીની મૂર્તિ માત્ર ઘૂંટણ સુધીની જ છે,તો પણ તે મનુષ્યનાં શરીર કરતાં પણ ઊંચી છે.

માતાજીના મંદિરના નિર્માણની વાત કરીએ તો માતાના મઢનું નિર્માણ આશરે 550 વર્ષ પહેલા એટલે કે 14મી સદીની આસપાસ નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે,રાજાશાહી દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. બારેમાસ તમને માઁ નાં દર્શને આવતા પદયાત્રીઓ જોવા મળે છે, આકરી બાધાઓ અને માનતા લઈ માઁને રિજવવા અને મનોકામના માટે માઁ નાં આશીર્વાદ લેવા અનેક ભક્તોને જ્યારે માર્ગમાં નિહાળીએ ત્યારે એવું લાગે કે જાણે રણ પ્રદેશમાં મીઠી વર્દી સમાન છે માઁ આશાપુરાનું નામ. મઢમાઁ બિરાજમાન હોવાથી જ દેશ વિદેશમાં આ ધામ પ્રસિદ્ધ છે.માતાના મઢ તરીકે...


માતાનાં મઢમાં પ્રાંગણમાં પોહચવું એ પહેલા માતાને અર્પણ થતાં પ્રસાદ,ચુંદડી. અને પુષ્પ લેતા ભક્તો જોવા મળે છે. હદયમાં દિવ્ય સ્પંદનો સાથે માઇ ભક્તો પહોંચે છે માઁ નાં મંદિરના ગર્ભગૃહમાં અને માતાના ઔલોકિક સ્વરૂપનાં દર્શન કરી ધન્ય બને છે.મઢ વાળીમાંનું આ દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે તેવું દિવ્ય છે. માઁ નાં મુખારવિંદના દર્શન કરતાં જ ભક્તોને નજરે પડે છે માઁ નાં સાત તેજસ્વી નેત્રો પર માઁનાં 7 નેત્રો માંથી 5 નેત્રો જ છે સોનાના..



માતાના આ નેત્રોનું પણ છે વિશેષ મહિમા કહેવાય છે કે જે કોઈને આંખોની રોશની નાં હોય તે અહી આવીને માતાની માનતા રાખે છે તો માઁ આશાપુરા તેના જીવનમાં છવાયેલ અંધકાર દૂર કરી દે છે. જે ભક્તો સાચા દિલથઈ માનતા કરે તો પૂરી થતી હોવાની છે માન્યતા અને માનતા પૂરી થતાં અચૂક પધારે છે માઁનાં દ્વારે સૌ કોઈની આશા પૂરી કરે છે એ જ આશાપુરા મનો કામના પૂરતીનું આ છે કચ્છનું સૌથી મોટું ધામ જેના દર્શન કરવા હોય તો કચ્છી ભાઇઓની આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલી પરંપરા બની ગઈ છે. કચ્છને અનેક રીતે ભાતીગળ બનાવનારા કારણોમાં મુખ્ય છે માતાનો મઢ કારણ કે અહી માઁ સાક્ષાત આશાપુરા બિરાજમાન છે.



માઁ આશાપુરાનું અનોકઉ છે સ્વરૂપ ને આ રૂપ સાથે જોડાયેલી છે માઁ નાં પ્રાગટ્યની છે અનોખી ગાથા એવું કહેવાય છે કે આજ થી લગભગ દોઢહજાર વર્ષ પહેલા દેવચંદનામનો વાણિયો વેપાર અર્થે કચ્છમાં આવ જા કરતાં તે દરમિયાન આજે જ્યાં માઁનું મંદિર છે ત્યાં નવરાત્રીમાં માઁની સ્થાપના કરી અને ભક્તિભાવ પૂર્વક માતાજીની આરાધના કરી દેવચંદની ભક્તિ જોઈ માતાજી પ્રશન થયા અને તેણે સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ માતાજીની સ્થાપન કર્યું છે તે જગ્યાએ માઁનું મંદિર બનાવવું પરંતુ સાથે જ એવી ચેતવણી ઉચ્ચારી કે મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલવા નહીં દેવચંદનો ખુશીનો પર ન રહિયો તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાડી કરવા અહિયા જ આવી ને રહેવા લાગ્યા એક પછી એક 5 મહિના વીતી ગયા ત્યારે દેવચંદને મંદિરના દ્વાર પાછળથી જાંજાર અને ગીતની મધુર ધ્વનિ સંભડાવા લાગી,ત્યારે દેવચંદથી રહેવાયું નહીં અને માઁ નાં દ્વાર ખોલી નાખ્યા,જ્યારે મંદિરમાં પ્રવેશતા જ થયા માતાજીની મૂર્તિનાં ભવ્ય દર્શન પરંતુ તેને એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માઁનું અર્ધ સ્વરૂપ જ પ્રગટ થયું, દેવચંદે તેની ભૂલ બદલ માતાજીની માફી માંગી અને માઁ પણ તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી માતાજી તેને માફ કરી વરદાન માંગવાનું કહ્યું...

કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માંગણી કરી અને માઁ એ તે પૂર્ણ કરી દેવચંદની આશા પૂર્ણ કરી હોવાથી માઁ ઓડખાયા આશાપુરાનાં નામે અહી માતાના મઢમાં નવરાત્રીમાં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ છે જેમાં નવરાત્રીમાં છેલ્લા દિવશે માતાજી મૂતઈ પર રાખેલુ ફૂલ આપ મેળે ખોળામાં આવી જાય છે. જાડેજા કુળ તથા ચૈહાણ કુળનાં કુળદેવી છે માઁ આશાપુરા..

2016માં નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે વિશ્વમાં એક માત્ર એવી જગ્યા છે જય મંગળ ગ્રહનાં પથ્થરો જેવા અવશેષો મળી આવ્યા છે. અહીં 3 ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે, અહી આવતા ભક્તોનાં રહેવા માટે 70 થઈ વધુ રૂમ બનાવેલા છે. ત્યારે જ કહેવાય છે કે આશા અમર છે, ભક્તોની આશા પુરી કરનારી માઁ આશાપુરા હાજરા હજુર અહી બિરાજમાન છે. તો તમે પણ લો માતાના મઢની મુલાકાત..





Next Story