બદામ મિલ્ક શેક :-
બદામ મિલ્ક શેક સામગ્રી :-
1 કપ સૂકી બદામ , કેસરના તાંતણાં ,1/2 ઇલાઈચી , ½ લિટર દૂધ , 2 ચમચી ખાંડ
બદામ મિલ્ક શેક બનાવવાની રીત :-
- આ બદામ મિલ્ક શેક બનાવવા માટે તમે રાત્રે 1 કપ સૂકી બદામ પાણીમાં પાળવીને રાખી સકો છો,અને જો એ નાં કરી શક્ય તો એક કલાક પેલા થોડા હુંફાળ ગરમ પાણીમાં પાળવી સકો છો. પલળી ગયા બાદ તેનું પાણી કાઢી અને બદામના ઉપરના પળને કાઢી નાખવું.
- ત્યારબાદ બદામને પીસીએ ત્યારે તેમ થોડું દૂધ ઉમેરી ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરવી,આ પેસ્ટને એક વાટકીમાં અલગ રાખવી, ત્યારબાદ ½ લિટર દૂધ ગરમ કરવું, ગરમ થયા બાદ તેમ ½ ચમચી ઇલાઈચીનાં દાણા ઉમેરી સાથે થોડું કેસરવાડુ દૂધ ઉમેરી તેને મિક્સ કરી દેવું અને જે બદામ વાડી પેસ્ટ તૈયાર કરી એ એમ ઉમેરી મિક્સ કરી દેવું.
- આ બધી વસ્તુ નખાઈ ગયા પછી તેને 7 થી 8 મિનિટ માટે ગેસ પર ગરમ કરવું અને થોડું થિક બનાવવું, થિક ગયા પછી તેમ 2 ચમચી ખાંડ ઉમેરવી, અને સાથે થોડા સમારેલા બદામનાં ટુકડા ઉમેરી અને સતત હલાવવું કે જય સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પછી તેને ગેસ પરથી ઉતારી લઈ તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મૂકી દેવું ત્યાર બાદ તેણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવું, ઠંડુ થયા પછી તેને સર્વ કરવું.