ગુજરાતના ચાર શક્તિપીઠ પૈકીનાં બહુચરાજી મંદિરનો રોચક છે ઇતિહાસ, વાંચો આ મંદિર કેમ છે ભક્તો માટે ખાસ

શારદીય નવરાત્રી એટલે માત્ર ઉલ્લાસનો જ નહીં પરતું માઁ શક્તિની ઉપાસનાનું પર્વ છે. ત્યારે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠોમાનું એક પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે.

ગુજરાતના ચાર શક્તિપીઠ પૈકીનાં બહુચરાજી મંદિરનો રોચક છે ઇતિહાસ, વાંચો આ મંદિર કેમ છે ભક્તો માટે ખાસ
New Update

શારદીય નવરાત્રી એટલે માત્ર ઉલ્લાસનો જ નહીં પરતું માઁ શક્તિની ઉપાસનાનું પર્વ છે. ત્યારે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠોમાનું એક પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે.

બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓડખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. બહુચરાજી માતાને બાલાત્રિપુરા સુંદરી તરીકે પણ ઓડખવામાં આવે છે.


જ્યારે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બહુચરમાતાનું મંદિર બેચરાજી શહેરમાં આવેલું છે,આ મંદિર અને કિલ્લાનું નિર્માણ માનજીરાવ ગાયકવાડ દ્વારા સવંત 1783 અથવા 1839માં કરવામાં આવ્યું કડીના સુવા દ્વારા આ મંદિરની જાળવણી માટે 3 ગામોને રૂપિયા 10 હજાર 500 વર્ષે ચુકવવામાં આવતા હતા.



ધાર્મિક મહત્વ વિષે વાત કરીએ તો બહુચરમાઁ એક ચારણની પુત્રી હતા તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાબિયા નામના લુટારાએ તેમના પર હુમલો કર્યો, ચારણોની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલે તેઓ દુશ્મનના શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી દે છે,આ પરંપરાને ત્રાગુ કહે છે.જ્યારે અહી પણ માઁ બહુચરે શત્રુનાં શરણે જવાને બદલે ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા આ કારણે લુટારુઓ માતાજી દ્વારા શાપિત થયો અને નપુંશક નામર્દ બની ગયો અને આ શ્રાપ ત્યારે જ દૂર થયું જ્યારે બાબિયાએ સ્ત્રીનું વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી અને બહુચર માતાની આરાધના કરી આથી કિન્નર પરિવાર ઘણા ભાવ પૂર્વક બહુચરજીની ભક્તિ કરે છે અને બહુચરાજીને પોતાના આરાધ્ય દેવી તરીકે માને છે. ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નર પરિવારના લોકો અહી આવે છે.



જ્યારે બીજી તરફ મંદિરની વાત કરીએ તો બહુચરમાતાનું મંદિર એક મોટા સંકુલમાં છે,તેમ મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે. જેમાં અધ્યસ્થાન,મધ્યયગ્ર અને મુખ્યમંદિર,જયારે મુખ્યમંદિરમાં બાલા યંત્રની પૂજા કરવામાં આવે છે. શ્રી બહુચર માતાનું મંદિર 51 શક્તિપીઠો પૌકીનું એક છે માઁ બહુચરનું વાહન કૂકડો છે જે નિર્દોષતાનું પ્રતિક ગણાય છે અને કહેવાય છે કે બહુચરાજી માં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. અને આ મંદિરમાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે.



આ મંદિર સાથે ઘણાં ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે,દંડાસૂર રાક્ષસ સામે માતાજી યુદ્ધ કરીને વૈદિક ધર્મ પુન સ્થાપન કર્યું હતું

જ્યારે બીજો પ્રસંગ જોઈએ તો માતાજી કપિલ મુનિ અને કદંબન મુનિને દર્શન આપ્યા હતા.

હજુ એક પ્રસંગની વાત કરીએ તો સોલંકી રાજા વજઈસિંહની ઘરે પુત્રી જન્મી હતી પણ રાજપાઠ સંભાળવા પુત્રની જરૂર હતી. આથી બહુચરમાઁ એ પુત્રીને પુરુષમાં પરિવર્તન કરી માતાજીએ રાજ પરિવારની લાજ રાખી હતી.

લોકવાયકા મુજબ એક બિજા પ્રસંગની વાત કરીએ તો અલ્લાઉદીન ખિલજીના સૈનિકોએ કૂકડામારીને ખાઈ લીધા હતા.જે થોડા સમય પછી તે સૈનિકોના પેટ ફાડીને કૂકડા બહાર નીકળ્યા હતા,માતાજીના મુખ્ય મંદિર પાસેનું વરખડીવાળું સ્થાન મૂળ સ્થાન છે જે અતિ મહત્વનું સ્થાનક છે,મંદિરની પાછળ માનસરોવર નામનો કુંડ આવેલો છે, ત્યાં લોકોની માનેલી માનતાઓ ચળક્રિયા કરવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણભગવાનનનાં બાલમુવારા અહી કરવામાં આવ્યા હતા,જ્યારે આજે પણ અનેક લોકો બાળકોના બાલમુવારા માતાજીના સાનિધ્યમાં કરવામાં આવે છે, બહુચરજી મંદિર થી લગભગ 3 કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગમે માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. અને વલ્લભ ભટ્ટ નામના કવિએ આનંદના ગરબાની રચના કરી.

સુવાળાના ચોક વાળી માઁ બાલા સુંદરી,ત્રિપુરા બહુચરાજી માતાના આ પવિત્ર સ્થાનકના નવરાત્રી દરમિયાન અવશ્ય દર્શન કરો.     





#Gujarat #ConnectGujarat #Devotees #Interesting #Shaktipeeths #Bahucharaji Temple
Here are a few more articles:
Read the Next Article