બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે ફક્ત પુરુષો પરંપરાગત રીતે ગરબે ઘૂમીને માતાજીની કરે છે આરાધના

પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી છે.

New Update
Shirwada Village Garba

બનાસકાંઠામાં યોજાય છે ફક્ત પુરુષો માટે ગરબા

પૌરાણિક આંટીવાળા ગરબાની સંસ્કૃતિ આજે પણ છે જીવંત

માત્ર પુરુષો ઢોલના તાલે આંટીવાળા ગરબા રામે છે

વડવાઓએ આપેલ સંસ્કૃતિ આજે પણ યુવાનોએ જાળવી રાખી

ગુજરાતભરમાં પ્રખ્યાત છે આજે પણ આંટીવાળા ગરબા 

બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયમાં વર્ષો જૂની પરંપરાગત આંટીવાળા દેશી ગરબા પુરુષો રમીને માઁ અંબાની આરાધના કરે છે. દેશી ઢોલના તાલે ફક્ત પુરુષો ગરબે ઘૂમે છે. પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી છે.
અહીંના સ્થાનિક લોકોએ વડવાઓની આ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રીના નવ દિવસ દેશી આંટીવાળા ગરબા રમે છે અને માઁ અંબાની સાચા અર્થમાં આરાધના કરે છે.નવરાત્રીના નવ દિવસ તેઓ દેશી ઢોલના તાલે આંટીવાળા ગરબા પુરુષો જાતે જ રમે છે,જોકે આ ગરબામાં મહિલાઓ પણ સામેલ થતી નથી.મહિલાઓ માત્ર પુરુષોના ગરબા નિહાળવા માટે એકત્ર થાય છે.
એટલે કે જે વડવાઓએ વારસામાં આપ્યું છે તે શિરવાડા ગામ લોકોએ આધુનિક યુગમાં પણ જાળવી રાખી ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે. અને આજે આ ગરબા ગુજરાત ભરમાં ખૂબ જ જાણીતી છે.
Latest Stories