Connect Gujarat
નવરાત્રી રેસીપી

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા, દૂધથી બનેલી મીઠાઇનો પ્રસાદ અર્પણ કરો

શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા, દૂધથી બનેલી મીઠાઇનો પ્રસાદ અર્પણ કરો
X

શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માતાને 9 દિવસ સુધી વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી માતા પ્રસન્ન થાય છે. તેથી ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને દૂધ અથવા દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

જ્યારે પણ કોઈ પ્રસાદની વાત આવે ત્યારે સૌથી પહેલા આપણે પેંડા,લાડુ અને બરફીને યાદ કરતાં હોઈએ છીએ. તો ચાલો જાણીએ ઝડપથી અને ટેસ્ટી પેંડા બનાવવા માટેની રીત.


પેંડા બનાવવાની બનાવવા માટેની સામગ્રી :-


1 લિટર દૂધ ,100 ગ્રામ માવો , 125 ગ્રામ ખાંડ,કેસર જરૂરિયાત મુજબ

પેંડા બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક મોટી કડાઈમાં ફૂલ ક્રીમ 1 લિટર દૂધ ઉકાડેલું અથવા ઠંડુ પણ ચાલે,ત્યારબાદ ગેસની હાય ફલેમ પર ઉકાળવું જયાં સુધી બરાબર ઉકળી જાય ત્યાં સુધી ચલાવવું અને એક વાર ઉકળી જાય પછી ગેસની લો ફલેમ પર દૂધને ઉકળવા દેવું, ઉકળ્યાં બાદ દૂધ અડધું થય જાય છે તો તેમાં વાદરે દૂધ અથવા દૂધ નાં હોયતો તેમાં 100 ગ્રામ માવો મિક્સ કરવો.

અને જ્યારે બીજીવાર તેમ દૂધ ઉમેરો ત્યારે માવોના ઉમેરવો, અને જ્યારે તમારી પાસે વધારે દૂધ કે માવો નથી ત્યારે તમે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી શકો છો.

ઓછા ખર્ચ અને સમયમાં ટેસ્ટી પેંડા ઘરે જ તૈયાર કરી શકશો,ત્યાર બાદ તેને ગળ્યું કરવા માટે ખાંડ ઉમેરો 125 ગ્રામ પણ આ ખાંડને થોડા થોડા અંતરે નાખવી જેથી દૂધ પાતળુંનાં થઈ જાય અને તેણે બરાબર મિક્સ થાય ત્યાં સુધી પકવા દેવી અને જો તમારે પીળા રંગના બનાવવા હોય તો તેમાં કેસરના તાંતણા ઉમેરી શકો છો.

જયાં સુધી થીક થય ત્યાં સુધી તેને હલાવતા રહેવું અને ગેસ બંધ કરી દેવો,ત્યાર બાદ એક સ્ટીલની થાળીમાં પાથરી દઈ ઠંડુ કરવા મૂકી દેવું,ઠંડુ થયા પછી તેને ગોળ આકારમાં વાળી દેવા અ રીતે બનાવો પેંડા અને પ્રસાદ અર્પણ કરો માતાજીને ઘરે જ બનાવેલ પેંડા.

Next Story