શરદ પૂનમે કેમ ખાસ બનાવવામાં આવે છે દૂધ પૌંવા , જાણો સૌથી ઝડપથી બની જાય તેવી રીત

આજ શરદ પૂનમ કહેવાય છે કે શરદ પૂનમની રાત બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે.

New Update
શરદ પૂનમે કેમ ખાસ બનાવવામાં આવે છે દૂધ પૌંવા , જાણો સૌથી ઝડપથી બની જાય તેવી રીત

આજ શરદ પૂનમ કહેવાય છે કે શરદ પૂનમની રાત બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે.

આમ તો દરેક પૂનમની તિથી પર ચંદ્ર આકાશમાં પૂર્ણ દેખાય છે. પરંતુ અશ્વિન માસની શુક્લ પક્ષની તિથિને શરદ પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમને વધારે ખાસ માનવમાં આવે છે. કારણ કે, શરદ પૂનમને કાજોગર અને રાસ પૂનમ પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ શરદ પૂનમની રાત્રીએ પ્રસાદ રૂપે બનાવવામાં આવતા દૂધ પૌંઆ ની સૌથી જડપી બનાવવાની રીત.

દૂધ પૌંવા બનાવવા માટેની સામગ્રી :-


1 લિટર દૂધ , ½ વાટકી પૌંવા ,1/3 કપ ખાંડ , એલચીનો બારીક પાવડર , પિસ્તા સમારેલા ,સૂકી દ્રાક્ષ, કાજુ , કેસરના તાંતણા

દૂધ પૌંવા બનાવવા માટેની રીત :-


સૌ પ્રથમ ½ વાટકી પૌંવા જે બટાકા પૌંવા બનાવવામાં આવે છે એ પૌંવાને એક વાટકામાં લઈ તેમ પાણી ઉમેરી અને ધોવામાં આવે છે. પૌંવા ધોવાય ગયા પછી ચારણીમાં થોડી વાર સુકવવા માટે રાખીશું, ત્યાં સુધી 1 લિટર દૂધને એક પેનમાં ધીમા ગેસ પર ઉકળવા માટે મૂકી દેશુ તેમાં કેસર ઉમેરી તેને હલાવતા રહેવું અને 5 મિનિટ માટે ઉકાળવું જેથી થોડું થીક થાય ત્યાં સુધી ઉકાળવું અને તેમાં પૌંવા ઉમેરી અને મિક્સ કરવું અને ફરી 5 મિનિટ ઉકળવા રાખશું જેથી પૌંવા પણ થોડા બફાય જાય અને દૂધ ઘટ્ટ બની જશે અને 1/3 કપ ખાંડ ઉમેરી અથવા તો ખાંડની જગ્યા પર સાકર પણ ઉમેરી શકો અને મિક્સ કરી તેને ઓગળવા દેવું આને તે થયા બાદ તેમાં એલચી પાવડર , પિસ્તા, કાજુના ટુકડાઅને સૂકી દ્રાક્ષનાં ટુકડા ઉમેરી અને ચારોળી પણ ઉમેરી સકો છો જેથી ખીરનો સ્વાદ સારો આવે છે.

તો તૈયાર છે કેસરવાળા દૂધ પૌંવા તો તેણે રાત્રે એક વાસણમાં અને ઉપર કોઈ આછું સફેદ કાપડ અથવા કાણાવાળી ચારણી વડે ઢાંકી અને ચંદ્રને પ્રકાશ પડે તે રીતે રાખવું અને સવારે અથવા મુક્યાંના 3 કે 4 કલાક પછી પ્રસાદ અર્પણ કરી અને ખાઈ સકાય છે, આ રીતે બનાવો આજનાં દિવસે ખાસ દૂધ પૌંવા.