નવસારી : અનરાધાર વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નવસારી : અનરાધાર વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
New Update

નવસારી શહેર તથા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

નવસારી જીલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર અસર જોવા મળી હતી. શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર અને વિજલપોર ફાટક પર આવેલ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવસારી જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદના આંકડા પર નજર કરીએ તો, નવસારીમાં 20 MM, ચીખલીમાં 0.9 MM, ગણદેવીમાં 17 MM, જલાલપોરમાં 15 MM, વાંસદામાં 0.2 MM અને ખેરગામમાં 11 MM વરસાદ ખાબક્યો હતો, ત્યારે જિલ્લામાં આવેલ અનેક નદી-નાળાઓ બન્ને કાંઠે વહેતા થતા એક બાજુ ધરતીપુત્રો માટે પણ સુખદ સમાચાર સામે આવ્યા છે.

#Navsari #Navsari News #Rainfall Update #Rain News #Navsari Rain
Here are a few more articles:
Read the Next Article