નવસારી: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સંતાકૂકડી, આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી

નવસારી: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સંતાકૂકડી, આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી
New Update

એક તરફ સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની સ્થિતિ નહિવત પ્રમાણમા રહી છે. આગામી ત્રણ દિવસ સુધી ભરેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટા સાથે નવસારી પંથકમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેની અસર વહેલી સવારથી જ નવસારી શહેર અને જલાલપુર તાલુકામાં જોવા મળી રહી છે. નવસારી શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે હજી પણ નવસારી જિલ્લામાં વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવતા નવસારીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ દ્રશ્યો સર્જાયા હતા. .

 નવસારી જિલ્લામાં સવારે ૮ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, નવસારી ૯ મીમી, જલાલપોર 5 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકા કોરાધાકોર રહ્યા હતા.

#Navsari #Rain #Navsari News
Here are a few more articles:
Read the Next Article