/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/15095319/maxresdefault-77.jpg)
કુદરતનો પાળ માનવો રહ્યો કે જે ઓક્સિજન જીવસૃષ્ટિને મફત આપી રહ્યો છે, ત્યારે હાલ એ જ ઓક્સિજનના બોટલ આજે રૂપિયા ખર્ચતા પણ મળતા નથી તેવી પરિસ્થિતિ નવસારી જિલ્લામાં થઈ ગઈ છે . અહીંના ખાનગી હોસ્પિટલોના સંચાલકો લાચાર થઈને ઓક્સિજનની અછત સામે માંગણીઓ કરી રહ્યા છે. કોરોનાની વકરતી સમસ્યાઓ સામે પ્રાણવાયુ પૂરતો ઓક્સિજન ન મળતાં વિકટ સમસ્યાઓ ઉભી થઇ રહી છે.
એક તરફ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ હવે સરકારી તંત્ર અંદર ખાને હાથ ઊંચો કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સામે તંત્ર પણ લાચાર બની ગયું છે. જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોવિડના દર્દીથી ફૂલ ઉભરાઈ રહી છે, ત્યારે દવાખાનામાં બેડ કે ઓક્સિજકન પણ નથી. બેડ ન હોય તો વ્યવસ્થાઓ થઈ જાય છે. પરંતુ ઓક્સિજન અને વેન્ટિલેટરે એક વિકટ સમસ્યા ઉભી કરી છે, જેને ધ્યાને લઈને નવસારીની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. કોરોના મહામારીમાંથી બચવા કોવિડના દર્દીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે, પરંતુ અહીંના તંત્ર દ્વારા ઓક્સિજન પ્રોવાઇડ ન કરવાના કારણે દર્દીઓના મોતનો આંકડો ઓફ રેકોર્ડ વધી રહ્યાની ચર્ચાઓ પણ થઈ રહી છે, તાજેતરમાં સરકારી મૃત્યુ આંક અને સ્મશાનમાં કોવિડનો મૃત્યુ આંક અલગ દર્શાવાયો હતો. તેના પરથી ચોક્કસ કહી શકાય કે, કોરોના બેકાબુ બનીને મોતનો સોદાગર બન્યો છે, ત્યારે હવે તંત્રના કાને આવાજ પહોચી રહ્યો નથી જેનો ભોગ કોવિડના દર્દીઓ બની રહ્યા છે.