આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત દેશમાં હર ઘર તિરંગાના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે પણ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્વતંત્ર સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરી નમક સત્યાગ્રહની યાદોને તાજા કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં તા. 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આઝાદીના પ્રવેશદ્વાર એવા દાંડી ખાતે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે એક સભા સંબંધી હતી, ત્યારે આયોજિત કાર્યક્રમમાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.
દાંડી ખાતે પ્રથમ વખત આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દાંડી સત્યાગ્રહ અને ભારતની આઝાદી વખતે ગાંધીજી અને દેશના મહાન ક્રાંતિકારીઓએ વેઠેલા કષ્ટ અને અંગ્રેજી હકુમતના દમનને યાદ કર્યું હતું. ગાંધીજીએ મીઠાના કર સામે બડ પોકારી જે રીતે દાંડી યાત્રા કરી હતી, તેનાથી અંગ્રેજી હકુમતના પાયાને લુણો લગાવતું આ વૈશ્વિક અને ઐતિહાસિક આંદોલન દ્વારા અંગ્રેજી હુકુમત દેશમાંથી જવા માટે મજબૂર બન્યા હોવાની વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પોતાના ઉદબોદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 25 વર્ષના વિઝનની વાત કરી રહી હતી. દેશ જ્યારે 25 વર્ષ બાદ આઝાદીના 100માં વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે દેશ ક્યાં હશે તેની પણ વાત કરી હતી.
