ભરૂચ જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં જરૂરિયાત મુજબની સહાય સામગ્રી અર્પણ કરાઇ

New Update
ભરૂચ જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં જરૂરિયાત મુજબની સહાય સામગ્રી અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લામાં કોરોનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં કોરોનાના દર્દીઓનો આંક વધતા જાહેર કરાયેલા કોવિડ-19 હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના અલગ અલગ જગ્યાએ સંસ્થાઓ દ્વારા કોવિડ કેર સેન્ટરો ઉભા કરાયા છે.

ભરૂચના વલણ અને ઇખર ગામોમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના દર્દીઓની ફ્રીમાં સારવાર કરવામાં આવી રહી છે. આવી સેવાભાવી સંસ્થાઓને જે લોકો મદદ પોહચાડી શકતા હોય તે લોકો જે તે સેન્ટરના ટ્રસ્ટીનો સંપર્ક કરી શકે છે, ત્યારે તેના ભાગરૂપે મંગળવારના રોજ હિંગલ્લા ગામના માજિદ વલી સગીરના પરિવાર તરફથી વલણ હોસ્પિટલમાં 100 PPE કીટ, 50 બ્લેન્કેટ અને 5 ઓક્સિજનના બોટલ, ઇખર હોસ્પિટલમાં 100 PPE કીટ, 40 બ્લેન્કેટ અને 5 ઓક્સિજનના બોટલ, જંબુસર હોસ્પિટલમાં 70 બ્લેન્કેટ, 100 તકિયા, 70 ચાદરનો સેટ અને 1 નંગ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તમામ સહાય સામગ્રીને ભરૂચના સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી અને તેમની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ કોવિડ કેર સેન્ટરોમાં અર્પણ કરવામાં આવી હતી.

Latest Stories