રાજ્યમાં આજે 544 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 1,505 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 544 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે.

New Update

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 544 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9976 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,68,485 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1505 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.23 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,96,208 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 12711 પર પહોંચ્યો છે. જેમાંથી 316 દર્દી વેન્ટિલેટર પર અને 12395 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 544 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 61, સુરત કોર્પોરેશનમાં 60, વડોદરામાં 37, સુરતમાં 29, ગીર સોમનાથમાં 23, ભરૂચમાં 22, જુનાગરમાં 21, જામનગર કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 16, નવસારીમાં 15, આણંદ 12, બનાસકાંઠા 12, અરવલ્લી 11, પંચમહાલ 11, અમરેલી 10, ખેડા 10, મહીસાગર 10, રાજકોટ 10, કચ્છ 9, મહેસાણા 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 6, પોરબંદર 6, જામનગર 5, અમદાવાદ 4, દેવભૂમિ દ્વારકા 4, સાબરકાંઠા 4, દાહોદ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 2, મોરબી 2, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, બોટાદ 1, પાટણ 1, તાપી 1 કેસ સાથે કુલ 544 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 11 દર્દીના કોરોના કારણે મોત થયા હતા જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 1, જૂનાગઢ 1, અમરેલી 1, મહીસાગર 1, મહેસાણા 1, જામનગર 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 11 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 9976 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.23 ટકા છે.

Latest Stories